Monday 25 March 2013

લાલી થઈને ગાલે કોઈ વર્તાઇ રહ્યું છે

આ ગઝલમાં જે છંદને લગતી ભૂલો છે તેને માટે હમણાંથી જ માફી માંગતાં આ ગઝલ રજૂ કરું છું.

લાલી થઈને ગાલે કોઈ વર્તાઇ રહ્યું છે,
ઘુંઘટમાં  હજી રૂપ સમેટાઈ રહ્યું છે.

તારાં ચાલ્યા જવાની ક્ષણ એક નદી જાણે,
પૂરમાં જેનાં મારું વિશ્વ તણાઈ રહ્યું છે.

ખાલી તું જ છે સપનામાં એવું નથી પણ,
તારી જ ચારે તરફ એ વણાઇ રહ્યું છે.

વાંચતો  નહીં ફક્ત આંખોમાં સમાવી લેજે,
હૈયું મારું જે શબ્દરૂપે લખાઈ રહ્યું છે.

તારાં ગયાં બાદ બધું ખાલી જ છે, ઓ દોસ્ત!
ફક્ત આ મન જરાં ભારે જણાઈ રહ્યું છે.


-વિરાજ દેસાઈ ©