Thursday, 16 May 2013

કસ્ટડી

એ ઢળતી બપોરે તું બોલ્યો,
હવે આપણે છૂટાં થયાં!!
અને મેં એ જ વખતે,
મારાં જતનથી ઉછરેલાં,
વ્હાલા સપનાંઓને,
મારી છાતીનાં એક ઊંડા...
ઊંડા પોલાણમાં દાબી દીધાં હતાં.

અને આજે,અચાનક જ,
તને મારાં આ સ્વપ્નોની કસ્ટડી ફરી જોઈએ?
એ તો તને નહીં જ મળે!!

મારાં આ વર્ષોથી તરફડતાં સ્વપ્નોને,
તું જો ફરી મૂળેથી કચડશે,
તો આ વખતે હુંય તેમની જેમ,
 વર્ષોથી તરફડતી,
તૂટીને મરી જ જઈશ.

તેથી  મારાં સપનાઓની કસ્ટડી તો તને નહીં જ મળે!

-વિરાજ દેસાઇ ©

No comments:

Post a Comment