ક્ષણ તને ઠરવું હતું કારણ વગર,
આપણે મળવું હતું કારણ વગર.
પ્રેમ,રેતી ને સમય-એ સર્વને,
હાથથી સરવું હતું કારણ વગર.
જાનલેવા રોગ છે જીવન છતાં,
આપણે જીવવું હતું કારણ વગર.
ખૂશ્બુનાં ઊડી જવાનાં દુઃખમાં,
ફૂલને ખરવું હતું કારણ વગર.
શાંત સર મન-જ્યાં વમળ કૈં સર્જવા,
યાદને તરવું હતું કારણ વગર.
-વિરાજ દેસાઇ
©
No comments:
Post a Comment