નટખટ બાળપણને નીંદરમાં છોડી,
હું રોજ હવે મઝાની
યુવાનીમાં ઊઠું.
કે મને તો અઢારમું બેઠું.
વિચારોને લાગે છે પાંખ આવી,
કે હવે તો ન લાગતું કોઇ
સપનું છેટું.
કે મને તો અઢારમું બેઠું.
મસ્તીઓ,રમતો ને વ્હાલની પોથી પર,
સમજ,સ્વપ્નો ને જવાબદારીનું
ચઢાવ્યું છે પૂઠું.
કે મને તો અઢારમું બેઠું.
પિક્ચર,પાર્ટી ને નાટક વચ્ચે,
પસંદગી કરવાની મુશ્કેલી
હવે હું વેઠું.
કે મને તો અઢારમું બેઠું.
બિંદાસ એવા મનમાં કંઇક
કરી બતાવવાનું ઝનૂન
હવે તો પેઠું.
કે મને તો અઢારમું બેઠું.
પંખીની સાથે ઊડતાં ઊડતાં,
ક્યારેક ક્યારેક
ગગનને હું ભેટું.
કે મને તો અઢારમું બેઠું.
-વિરાજ ઓ. દેસાઇ.
હું રોજ હવે મઝાની
યુવાનીમાં ઊઠું.
કે મને તો અઢારમું બેઠું.
વિચારોને લાગે છે પાંખ આવી,
કે હવે તો ન લાગતું કોઇ
સપનું છેટું.
કે મને તો અઢારમું બેઠું.
મસ્તીઓ,રમતો ને વ્હાલની પોથી પર,
સમજ,સ્વપ્નો ને જવાબદારીનું
ચઢાવ્યું છે પૂઠું.
કે મને તો અઢારમું બેઠું.
પિક્ચર,પાર્ટી ને નાટક વચ્ચે,
પસંદગી કરવાની મુશ્કેલી
હવે હું વેઠું.
કે મને તો અઢારમું બેઠું.
બિંદાસ એવા મનમાં કંઇક
કરી બતાવવાનું ઝનૂન
હવે તો પેઠું.
કે મને તો અઢારમું બેઠું.
પંખીની સાથે ઊડતાં ઊડતાં,
ક્યારેક ક્યારેક
ગગનને હું ભેટું.
કે મને તો અઢારમું બેઠું.
-વિરાજ ઓ. દેસાઇ.
No comments:
Post a Comment