ઇશ્વર જો જગ પર પ્રસન્ન થાય,
તો ચોક્કસ ગાંધી કે સરદાર સર્જે.
જે ચોકમાં ઊભો રહી મને નીંદે છે,
તેને કહો નીંદાપાત્ર તો કંઇ કરજે.
તે જે પીઠ પાછળ મારી વાત કરે છે,
મઝા આવે,જો ભરસભામાં મને ર્ચચે.
અડધા ઘડાની જેમ છલકાઈ ન પડું,
તું પ્રેમ ને સ્નેહથી મને એટલો ભરજે.
તું છે ક્રોધી,કપટી ને છે છળ કરનારો,
બાળક્ની આંખમાં જોતાં જરા ડરજે.
-વિરાજ દેસાઇ
તો ચોક્કસ ગાંધી કે સરદાર સર્જે.
જે ચોકમાં ઊભો રહી મને નીંદે છે,
તેને કહો નીંદાપાત્ર તો કંઇ કરજે.
તે જે પીઠ પાછળ મારી વાત કરે છે,
મઝા આવે,જો ભરસભામાં મને ર્ચચે.
અડધા ઘડાની જેમ છલકાઈ ન પડું,
તું પ્રેમ ને સ્નેહથી મને એટલો ભરજે.
તું છે ક્રોધી,કપટી ને છે છળ કરનારો,
બાળક્ની આંખમાં જોતાં જરા ડરજે.
-વિરાજ દેસાઇ