ગુજરાતી ભાષાનાં ગાલિબ મરીઝ સાહેબની પંક્તિ પરથી રચાયેલ આ ગઝલ આ વરસાદી માહોલમાં મારાં તરફથી આપ સૌ માટે :
ખાનગીમાં મન ભલે થોડુંય શરમાયું નહીં,
રૂબરૂમાં એની સામે એમ જોવાયું નહીં.
રોજ તારી વાત મારી જાગતી રાતને કરું,
બસ તને એ વિશે કોઈ દિ' કહેવાયું નહીં.
કર્મ સાથે ધર્મ, પાછાં દુન્યવી આ બંધનો,
એક દોરે તો બધું ક્યારેય ગૂંથાયું નહીં.
એ બધું પામી જશે જો મુજ ગઝલ તું વાંચશે,
આંખમાં મારી તને જે હેત વંચાયું નહીં.
કેટલી યાદો મથી છે રોકવાં માટે છતાં,
જિંદગીથી તો કશે થોડુંય રોકાયું નહીં.
-વિરાજ દેસાઈ©
ખાનગીમાં મન ભલે થોડુંય શરમાયું નહીં,
રૂબરૂમાં એની સામે એમ જોવાયું નહીં.
રોજ તારી વાત મારી જાગતી રાતને કરું,
બસ તને એ વિશે કોઈ દિ' કહેવાયું નહીં.
કર્મ સાથે ધર્મ, પાછાં દુન્યવી આ બંધનો,
એક દોરે તો બધું ક્યારેય ગૂંથાયું નહીં.
એ બધું પામી જશે જો મુજ ગઝલ તું વાંચશે,
આંખમાં મારી તને જે હેત વંચાયું નહીં.
કેટલી યાદો મથી છે રોકવાં માટે છતાં,
જિંદગીથી તો કશે થોડુંય રોકાયું નહીં.
-વિરાજ દેસાઈ©