જો, મને કોઇ આમ દઝાડી ગયું,
એક સળગતી અપેક્ષા અડાડી ગયું.
જેમને અક્ષ્રરો ના ઉકેલી શકે,
ગીત એવાં મધુર મન લખાવી ગયું.
ઘાટ આપી રહે આંખ, ને ત્યાં ફરી,
કોઇ સ્વપ્ન-ઘડો પલાળી ગયું.
ચાલવાની મઝા છે હવે કાયમી,
રાહ કોઇ રુમાની દેખાડી ગયું.
કલ્પનાઓ બધી કશ્મકશમાં પડી,
ઘર હકીકતનું કોઇ બતાડી ગયું?
-વિરાજ ઓજસ દેસાઈ ©
No comments:
Post a Comment