Friday, 26 April 2013

મારી શું ભૂલ?

"મમ્મી,મને આ punishment કેમ મળી?
અને આ Rape શું હોય?
કાલે પેલા બાજુવાળા અંકલમાં,
બાની વાર્તાવાળો રાક્ષસ આવેલો?
પણ એને તો ભગવાન ત્યારે જ મોકલે,
જ્યારેકોઇ mistake ની ભગવાને સજા આપવી હોય.

અને મેં તો નથી મીનીનાં વાળ ખેંચ્યા,
ને ભાઈ સાથે ઝઘડો પણ નથી કર્યો,
ને ફ્રીઝમાંથી ચોક્લેટ પણ નથી લીધી,promise!!
મારી શું mistake હતી? મને યાદ જ નથી આવતું."

અને તેના આ સવાલનો જવાબ
એની મમ્મી પાસે તો નથી,મારી પાસેય નથી.

શું આપની પાસે છે?
#Delhi#Shame#A5yearoldDoll? :( :'(

Sunday, 7 April 2013


જો, મને કોઇ આમ દઝાડી ગયું,
એક સળગતી અપેક્ષા અડાડી ગયું.

જેમને અક્ષ્રરો ના ઉકેલી શકે,
ગીત એવાં મધુર મન લખાવી ગયું.

ઘાટ આપી રહે આંખ, ને ત્યાં ફરી,
કોઇ સ્વપ્ન-ઘડો પલાળી ગયું.

ચાલવાની મઝા છે હવે કાયમી,
રાહ કોઇ રુમાની દેખાડી ગયું.

કલ્પનાઓ બધી કશ્મકશમાં પડી,
ઘર હકીકતનું કોઇ બતાડી ગયું?

-વિરાજ ઓજસ દેસાઈ ©